MyImg1

Admission Committee for Professional Medical Educational Courses,
B. J. Medical College, Ahmedabad.


અહી દર્શાવેલ માહીતિઓ ફ્કત સામાન્ય સમજણ માટે હોય છે. વિસ્ત્રુત માહીતિ માટે એડમીશનના નિયમોનો અભ્યાસ કરવો. અહીં મુકેલ માહીતિ કાયદાકિય પૂરાવા માટે ઉપયોગમાં લઇ શકાશે નહી.
COLLEGES INFORMATION
Medical Dental Physiotherapy Bsc.Nusring Ayurvedic Homeopathy Optometry Orthotics Naturopathy Audiology Institute Location in Google Map MLT/X-Ray Technician courses Advertisement (Interview on 28/07/2016) MLT/X-Ray Technician courses Detail (Interview on 28/07/2016) DM/MCH-2016
Please Press F5 if you are unable to see new links

• અગત્યની સૂચનાઓ

• સરકારશ્રી તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ નાં આદેશ અનુસાર તા ૨૯/૦૭/૨૦૧૬ નાં રોજ જે પ્રવેશ પ્રક્રિયા શરુ થવાની હતી તે મુલતવી રાખવામાં આવેલ છે જેની સર્વે વાલીયો અને વિદ્યાર્થીઓએ નોંધ લેવી. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ કમિટીની વેબસાઈટ અને સમાચારપત્રોમાં જાહેર કરવામાં આવશે. વિગતવાર કાર્યક્રમ જાહેર થયા બાદજ પ્રવેશ પ્રક્રિયા શરુ થશે.

• All Candidates belonging to CBSE and ISCE Board must bring their Original and self attested photocopy of Birth certificate or Passport at the time of counseling.

આજ રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મેડીકલ/પેરામેડીકલ પ્રવેશ ૨૦૧૬-૧૭ માટેના નિયમો જાહેર કરવામાં આવેલ છે .જેમાં નીચે મુજબના મહત્વના સુધારા કરવામાં આવેલ છે.

• સરકારી મેડીકલ તથા ડેન્ટલ શાખાની ૮૫% બેઠકો તથા સ્વનિર્ભર સંસ્થાની ૭૫% બેઠકો ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવશે.

• પેરામેડીકલ કોર્સની સરકારી સંસ્થાઓની ૧૦૦ % અને સ્વનિર્ભર સંસ્થાઓની ૭૫ % બેઠકો ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવશે.

• સ્વનિર્ભર સંસ્થાઓની ૨૫% મેનેજમેન્ટ ક્વોટા બેઠકોમાંથી ૧૫% એન.આર.આઈ બેઠકો ગુજરાત સરકાર નાં વર્ષ ૨૦૧૬ ના વટહુકમ નંબર ૨ અન્વયે રદ કરવામાં આવેલ છે. અને ચાલુ વર્ષથી તમામ ૨૫ % બેઠકો મેનેજમેન્ટ બેઠકો તરીકે ગણવામાં આવશે.

• મેડીકલ અને ડેન્ટલ કોર્ષની સ્વનિર્ભર સંસ્થાઓમાં ૨૫% મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો ગુજરાત રાજ્યમાંથી ધોરણ ૧૨માં ઉત્તિર્ણ થયેલ હોય અને નીટ (NEET) માં લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ નાં NEET 2016 આધારિત મેરીટ થી એકજ કોન્સોર્ટિયમ દ્વારા સીંગલ વીન્ડો પદ્ધતિથી મેરીટ મુજબ ભરવામાં આવશે.

• મેડીકલ તથા ડેન્ટલ સિવાયના અન્ય પેરામેડીકલ કોર્ષની ૨૫% મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો ગત વર્ષ મુજબના નિયમો અનુસાર ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ સંલગ્ન કોન્સોર્ટિયમ દ્વારા ભરવામાં આવશે.

• ૨૫ % મેનેજમેન્ટ બેઠકોની કાર્યવાહી સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ કોન્સોર્ટિયમ બનાવી કરવામાં આવશે. જે માટેના પ્રવેશ નિયમો કોન્સોર્ટિયમ દ્વારા જાહેર કરવામાં આવશે.

• આયુર્વેદીક વિદ્યાશાખામાં પ્રવેશ માટે ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ માં સંસ્કૃત વિષય ફરજીયાત હતો તે ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીના વટહુકમ (Ordinance) મુજબ આ વર્ષથી રદ કરવામાં આવેલ છે,આથી આયુર્વેદિક વિદ્યાશાખામાં વર્ષ ૨૦૧૬-૧૭ માં પ્રવેશ માટે સંસ્કૃત વિષય ફરજીયાત નથી.

• સરકારી બેઠકોમાં ૧૦% બેઠકો ઈ.ડબલ્યુ.એસ માટે સરકાર શ્રી દ્વારા આરક્ષિત કરવામાં આવેલ છે.જેનો લાભ લેવા માટે ઉમેદવારે સરકારી જાહેરનામાં અનુસાર તે અંગેનું જરૂરી પ્રમાણ પત્ર રજુ કરવાનું રહેશે.

• મેડીકલ/પેરામેડીકલ પ્રવેશ ૨૦૧૬-૧૭માટેના નિયમો કમિટીની વેબ સાઈટ www.medadmbjmc.in પર મુકવામાં આવેલ છે. વખતો વખત કરવામાં આવતા સુધારા કે ફેરફાર માટે નિદર્શિત વેબ સાઈટ સમયાંતરે જોતા રહેવું.

Important Instruction for fee refund

For those who's refund is still pending for year 2013-14 , 2014-15 & 2015-16 Please Immediately report to committe with proofs.

Required documents to collect the cheque

 • Timing for Cheque Collection will be form 11.00 a.m. to 4.00 p.m. from Monday to Friday on wroking Days. (exept public holidays)
 • If student is not able to come for collection of cheque then authority letter given by the student(with photo of student and authorized person)
 • ID proof of authorized person ( zerox copy of driving licence, voter id , adhar card etc. )
 • Zerox copy of all the fee receipt paid at Axis bank
 • Zerox copy of fee receipt paid at B.J.Medical College
 • zerox Copy of All Admission Order and Cancellation Order

જેમના રીફંડ વર્ષ 2013-14, 2014-15 અને 2015-16 નથી મળેલ તઓએ તાત્કાલીક કમીટીનો સંપર્ક સાધવો

ચેક કલેક્ટ કરવા માટ જરૂરી ડોક્યુમેટો ની માહીતી

 • રીફંડ નો ચેક એડમીશન કમીટી ખાતે સોમવારથી શુક્રવાર ( જાહેર રજા સીવાય ) સવારે 11.00 થી બપોર ના 4.00 વાગ્યા દરમ્યાન મેળવી શકાશે.
 • જો વિધ્યાર્થી પોતે ન આવે તો વિધ્યાર્થીનો ઓથોરીટી લેટર ( વિધ્યાર્થી અને ફી લેવા આવનાર વ્યક્તિના ફોટાવાળો )
 • ઓથોરીટી તરીકે આવનાર વ્યક્તિના ઓળખપત્રની નકલ ( ડ્રાઇવીંગ લાઇસન્સ , મતદાર કાર્ડ , આધાર કાર્ડ ની ઝેરોક્સ)
 • એક્સીસ બેંકમાં ભરેલ તમામ ફીની પહોંચ ( અસલ અથવા ઝેરોક્સ )
 • કમીટી ખાતે ભરેલ તમામ ફીની પહોંચ ( અસલ અથવા ઝેરોક્સ )
 • તમામ એડમીશન ઓર્ડર અથવા કેન્સલેશન ઓર્ડરની નકલ

કમીટી ખાતે આવતા પહેલા વેબ સાઇટ પરની વર્તમાન સુચના જોઇ લેવા વિનંતી છે.

સંસ્થાઓની નવી ફી અંગેની માહીતી http://www.frcmedical.org પર ઉપલબ્ધ છે.


Information as per Admission year 2015-16

 • There are no Management Seats in B J Medical College. And this apply to all Govt.  Medical, Govt.  Dental and Govt.  Paramedical Colleges. Candidates and their parents are advised not to trap in person who are claiming such types of seats in these colleges.
 • 75% seats of SFI institutions are filled up by the Committee on the basis of merit as Government Seats.
 • 25% Management quota seats of SFI institutions are also filled up by the Consortium of the different discipline and single window system also apply for the Counseling as decided by the Committee.
 • Candidates are also advised not to trap in such fradulent persons who are claiming such types of seats.
 • Any person claiming such types of seats found please inform Admission Commitee.
 • સરકારી મેડીકલ,ડેન્ટલ,તથા અન્ય પેરામેડીકલ કોલેજોમાં કોઈ પણ મેનેજમેન્ટ સીટો હોતી નથી. આ નિયમ બધી સરકારી ડેન્ટલ,, મેડીકલ અને પેરામેડીકલ કોલેજોમાં લાગુ પડે છે. આથી વિધાર્થી અને વાલીઓને જણાવવા માં આવે છે કે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ દ્વારા એડમિશન કરાવી આપવાની લાલચ માં આવવું નહિ.
 • સ્વનિર્ભર મેડીકલ,ડેન્ટલ,તથા અન્ય પેરામેડીકલ કોર્ષની કોલેજોમાં ૭૫ % બેઠકો કમીટી દ્વારા સરકારી બેઠકો ની જેમ મેરીટ ના આધારે ભરવામાં આવે છે.
 • ગુજરાત રાજ્યની સ્વનિર્ભર મેડીકલ અને પેરામેડીકલ કોલેજોની ૨૫% મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો અલગ વિભાગ દ્વારા રચવામાં આવેલ કોંટ્રોડીયમ દ્વારા ફક્ત મેરીટ ના આધારે ભરવામાં આવે છે. આ પ્રવેશ કાર્યવાહી કમિટીની દેખરેખ હેઠળ નિયમ મુજબ જ થાય છે.
 • આથી વિધાર્થીઓ ને જણાવવા માં આવે છે કે કોઈ પણ છેતરપીંડી કરનાર વ્યક્તિ દ્વારા આવી કોઈ પણ બેઠકો પર એડમિશન કરાવી આપવાની લાલચ માં ફસાવુ નહિ.
 • જો કોઈ પણ વ્યક્તિ આવી કોઈ પણ બેઠકો પર એડમિશન કરાવી આપવાનું કહેતો જણાય તો મેહેરબાની કરીને એડમિશન કમિટીને લેખિતમાં જાણ કરવી.
UPDATED INFORMATION

Merit List 2016-17 ( Updated 27-07-2016 5.00 p.m. ) ADVERTISEMENT OF ONLINE REGISTRATION TO MEDICAL AND PARAMEDICAL UNDERGRADUATE COURSES-2016-17-GUJARATI ADVERTISEMENT OF ONLINE REGISTRATION TO MEDICAL AND PARAMEDICAL UNDERGRADUATE COURSES-2016-17-ENGLISH LIST OF HELP CENTER WITH HELP LINE NUMBERS INFORMATION BOOKLET 2016 RULES FOR ADMISSION TO MEDICAL AND PARAMEDICAL UNDERGRADUATE COURSES- 2016-17 Public Awareness & Student Orientation How to do Online Form Registration Frequently Asked Questions-Gujarati Frequently Asked Questions-English Axis Bank Branches 2016 Closure 2015 Closure 2014 Closure 2013 Fitness Undertaking form Authority Letter College Code & Fee Structure - 2015